મોરબી: મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગઈકાલે બપોરના સમયે ડૂબી ગયેલા 21 વર્ષીય યુવાનની લાશ આજે મોરબી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢી છે. બે દિવસની સતત શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ મોરબી પંથકમાં રહેતા 21 વર્ષીય સુરેશ અત્તરસિંગ ગુજ્જર ગઈકાલે ઊંચી માંડલ પાસે કેનાલમાં કોઈ કારણસર ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને યુવાનની શોધખોળ આદરી હતી. જોકે ગઈકાલે મોડી સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો.આજે બીજા દિવસે પણ ફાયર ફાઈટરો દ્વારા કેનાલના વહેણમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં અંતે સુરેશ ગુજ્જરની લાશ મળી આવી હતી. ફાયરની ટીમે લાશને પાણીની બહાર કાઢી પોલીસને સોંપી હતી.મૃતક યુવાનની વિગત:નામ: સુરેશ અત્તરસિંગ ગુજ્જરઉંમર: 21 વર્ષગામ: મેદપુરા, તાલુકો: બાડી, જિલ્લો: ધોલપુર (રાજસ્થાન)મોરબી તાલુકા પોલીસે આ મામલે અકસ્માતે મૃત્યુની નોંધ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ કરૂણ ઘટનાને પગલે મૃતક યુવાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. #Morbi #MorbiUpdate #NarmadaCanal #Accident #Rescue #MorbiFireBrigade #BreakingNews #Rajasthan #Dholpur