મોરબી : મોરબી શહેરમાં પાડાપુલ નીચે નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મોરબી શહેરમાં નવલખી રોડની બાજુમાં લક્ષ્મીનારાયણ હોલ નજીકના વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મહેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલાની ગઈકાલે તા. 18ના રોજ પાડાપુલ નીચે નદીના પાણીમાંથી લાશ મળી હતી. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.