ટંકારા : ટંકારામાં યુવકનો મૃતદેહ બાવળની કાંટમાંથી મળી આવ્યો હતો. જો કે હજુ સુધી યુવકના મોતનું કારણ અકબંધ છે. મૂળ દાહોદ જિલ્લાના ધામરડા ગામના વતની હાલ ટંકારામાં રહેતા 35 વર્ષીય રવિન્દ્રભાઇ દલસીંગભાઇ પરમારનો મૃતદેહ ગઈકાલે તા. 30ના રોજ ખીજડીયા ચોકડી પાસે છાપરી સામે રાજકોટ-મોરબી હાઇવેની ડાબી સાઇડમાં બાવળની કાંટમાંથી મળી આવ્યો હતો. તેમની લાશ અંગે ઇમરાનભાઇ હબીબભાઇ અભરાણીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.