મધ્યપ્રદેશની પરિણીતાનો વાડીમાંથી મૃતદેહ મળી આવતા તપાસ શરૂ મોરબી : મોરબી તાલુકાના કૃષ્ણનગર કોયલી ગામે વાડીમાં ખેતમજૂરી કરતી મધ્યપ્રદેશની વતની પરિણીતા ચાર દિવસ પૂર્વે ઘેરથી નીકળી ગયા બાદ વાડી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના કૃષ્ણનગર કોયલી ગામે રવજીભાઈ ભીમજીભાઈ ભીમાણીની વાડીએ રહી ખેત મજૂરી કરતા સેલુબેન વેસુભાઈ માવદા, રહે. ઊંડારી બામણિયા ફળિયું, તા.જોબટ, જિલ્લો અલીરાજપુર ઉ.25 નામની પરિણીતા ગત તા.2ના રોજ પોતાના ઘેરથી એકલી નીકળી ગયા બાદ કોયલી ગામે રવજીભાઈ નાથાભાઇ ભીમાણીની વાડીમાં મૃત હાલતમાં મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.