પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા તજવીજ વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે ગળેફાંસો ખાધેલ હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે તા. 13ના રોજ રંગપર ગામે અજાણ્યા પુરુષની વેન્ટો કારખાનાની પાછળની બાજુ ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવેલ હતી. મૃતકના ડાબા હાથે S લખાવેલ છે, જમણા હાથના પર જય ચામુંડા અને M તેમજ જમણા હાથના પંજા પર શિવ અને ૐ ત્રોફેવેલ છે. તેમણે કોફી કલરનો શર્ટ અને કાળું પેન્ટ પહેરેલ છે. મૃતકને કોઈ ઓળખાતા હોય કે તેના વિષે કોઈ જાણકારી હોય તો તેમણે વાંકાનેર તાલુકા પોલીસના બીટ જમાદાર ધર્મેન્દ્રસિંહ જાડેજાનો મો. નંબર 93741 19533 અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન નંબર 02828 220665 પર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.