મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની ફેકટરીની મજૂરની ઓરડીમાંથી પરિણીતાનો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના બેલા ગામે આવેલ એલાઈટ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની ઓરડીમાંથી શિલાબેન રાજેશભાઈ બમણીયા ઉ.વ.21 નામની પરિણીતા મૃત હાલતમાં મળી આવી હતી.બાદમાં પરિણીતાના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસની તપાસમાં મૃતક પરિણીતાનો બે વર્ષનો લગ્નગાળો હોવાનું જાણવા મળ્યું છે.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.