મોરબી : મોરબી તાલુકાના બિલિયા ગામે ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની યુવતી કુદરતી હાજતે ગયા બાદ બે દિવસ પહેલા લાપતા બન્યા બાદ શોધખોળ કરવા છતાં મળી આવી ન હતી અને બાદમાં ગામના તળાવમાંથી આ યુવતીની લાશ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બિલિયા ગામે નરસીભાઈ રણછોડભાઈ સેરસિયાની વાડીએ ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારની જશોદાબેન ઉ.18 નામની યુવતી કુદરતી હાજતે ગયા બાદ લાપતા બનતા શોધખોળ કરવામાં આવી હતી પરંતુ યુવતીનો પતો લાગ્યો ન હતો. દરમિયાન બિલિયા ગામે આવેલ પીરવાળા તળાવમાંથી વહેલી સવારે લાપતા બનેલ યુવતી જશોદાબેનની લાશ તરતી હોવાની જાણ થતાં બિલિયા ગામના સરપંચ કાંતિભાઈ મગનભાઈ પેથાપરાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.