અંદાજે એકાદ વર્ષના બાળકના માતા પિતાની શોધખોળ શરૂ કરતી પોલીસહળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામના સ્મશાન નજીકથી અંદાજે એકાદ વર્ષની ઉંમરના અજાણ્યા બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક બાળકના શરીર પર સફેદ કલરનું ઝબલુ અને સફેદ કલરની ચડ્ડી પહેરેલી છે.બન્ને હાથમાં કડલી પહેરેલ બાળકના માતા - પિતા નહિ મળી આવતા પોલીસે બાળકના માતા પિતાની તપાસ શરૂ કરી છે.આ બાળક અંગે જો કોઈને જાણકારી હોય તો હળવદ પોલીસ મથકના પીએસઆઇ એ.બી.મિશ્રા મોબાઈલ નંબર 7600368161 અથવા હળવદ પોલીસ મથકના મોબાઈલ નંબર 6359626050 પર સંપર્ક કરવા જણાવાયું છે.