કૂતરાએ ઢેલને ફાડી ખાધી હોવાનું પ્રાથમિક તારણ મોરબી : મોરબીના સામાકાંઠે આવેલી મયુર હોસ્પિટલની સામે આજે એક ઢેલનો મૃતદેહ મળી આવ્યો હતો.જોકે કૂતરાએ આ ઢેલને ફાડી ખાધી હોવાનું પ્રાથમીક તારણ નીકળ્યું છે.જોકે ઢેલના અકાળે મોતથી પક્ષીપ્રેમીઓ શોક વ્યાપી ગયો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ મયુર હોસ્પિટલ પાસે વિડી વિસ્તાર હોવાથી ત્યાં અનેક મોર અને ઢેલની વસાહત છે.ત્યારે આજે મયુર હોસ્પિટલની સામે એક ઢેલ મુત હાલતમાં મળી આવી હતી.જોકે ઘટનાસ્થળે ઢેલના પિછા વેરવિખેર હાલતમાં જોવા મળતા કોઈ કૂતરાએ ઢેલને ફાડી ખાધી હોવાનું પ્રાથમિક તારણ વ્યક્ત થઈ રહ્યું છે.આ બનાવથી પક્ષીપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news