ભાજપના કાર્યકરોએ ફટાકડાની આતિશબાજી કરીને ખુશી મનાવી મોરબી : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હવે મોરબીનું વજન વધ્યું છે. જેમાં રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.આથી મોરબીમાં ભાજપના કાર્યકરોએ ફટાકડાની આતિશબાજી કરીને ખુશી મનાવી હતી. રાજ્યના નવા મંત્રી મંડળમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ થતા મોરબી ભાજપની છાવણીમાં ખુશાલીનું મોજું ફરી વળ્યું હતું. અને ભાજપના કાર્યકરોએ ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રાજ્યના નવા મંત્રી મંડળમાં પસંદગીને હર્ષભેર વધાવી હતી. તેમજ મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાસે સુપર માર્કેટ સામે આવેલા ભાજપના કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશાલી મનાવી હતી. જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અજય લોરીયા અને તાલુકા તેમજ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ આ જશ્ન મનાવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..