મોરબી : મોરબી શહેરમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુજીની 649મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ આ શોભાયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ શોભાયાત્રાનું પ્રસ્થાપન વીસી ફાટક ખાતેથી કરવામાં આવ્યું હતું, જે મોરબી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી રોહીદાસ પરામાં આવેલ સંતશ્રી રોહીદાસ બાપુજીના મંદિર ખાતે સંપન્ન થઈ હતી. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મંદિર પ્રાંગણમાં મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ સંતશ્રી રોહીદાસ બાપુના દર્શન કર્યા હતા. કાર્યક્રમના અંતે વિસ્તારના રહીશો દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.