હળવદ : માં ભારતીને ગુલામીની ઝંઝિરોમાંથી આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી હસતા હસતા ફાંસીના માંચડે ચડી વીરગતિ પામનાર દેશના મહાન ક્રાંતિકારી શહીદ વિર ભગતસિંહની જન્મજયંતીની હળવદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.હળવદના રાષ્ટ્રભક્ત યુવાનો દ્વારા વિર ભગતસિંહના જન્મદિવસ નિમિતે તેમની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.શહીદ ભગત સિંહ ૧૨ વર્ષના હતા ત્યારે જલિયા વાલા બાગમાં હજારો નિર્દોષ લોકોને અંગ્રેજો એ મોતને ઘાટ ઉતાર્યા હતા અને વિર ભગતસિંહએ ૧૨ વર્ષ ની ઉંમરે જલીયા વાલા બાગ ની મુલાકાત લીધી હતી અને ત્યાંની રક્ત રજીત માટી બોટલમાં ભરી પોતાના ઘરે લઈ ગયા હતા અને આ ઘટનાનો બદલો લેવાનો અને દેશને પૂર્ણ સ્વતંત્ર બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને તેઓના ગુરુ અને મહાન સ્વતંત્ર સેનાની લાલા લચપત રાયને અંગ્રેજો એ ગોળી મારી હત્યા કરી ત્યારે તેમને ગોળી મારનાર અંગ્રેજ અધિકારીને ગોળી મારી અને બદલો લીધો હતો.દેશ માં વિવિધ જગ્યાએ સાથી ક્રાંતિકારીઓ સાથે મળી સ્વતંત્રતાની ચળવળ તેજ બનાવી હતી અને તેઓએ દિલ્હી એસેમ્બલીમાં બોમ્બ બ્લાસ્ટ કરી 'ઇન્કલાબ જિંદાબાદ' ના નારા લગાવી આત્મ સમર્પણ કર્યું હતું ત્યાર બાદ જેલમાં રહ્યા હતા અને તેઓને ફાંસીની સજા આપવામાં આવી હતી ત્યારે વિર ભગતસિંહ , વિર સુખદેવ અને વિર રાજ્યગુરુ હસતા મોઢે માં ભારતીની રક્ષા માટે ફાંસી ના માંચડે ચડી ગયા હતા અને ત્યાર બાદ તેમના પાર્થિવ શરીર ને પણ પરિવારજનો ને સોંપ્યું નહોતું. બાળપણથી જ જેમનામાં દેશ દાઝ હતી તેવા મહાન ક્રાંતિકારીની જન્મ જયંતી નિમિતે વિર ભગતસિંહના ચરણોમા પુષ્પાંજલિ અર્પણ કરી વિરાંજલી અર્પણ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં હળવદના રાષ્ટ્રભક્ત યુવાનો, વડીલો, પત્રકારો અને સામજિક રાજકીય આગેવાનો અને પૂર્વ સૈનિકો તથા પોલીસ જવાનો ખાસ હાજર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.