મોરબી : મોરબીમાં રાજપૂત કરણી સેના તથા રાજપૂત સમાજ અને રાજપુત યુવા સંઘ મોરબી દ્વારા કાલે તા.9 ના રોજ શૂરવીર મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયતિની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાલે સવારે 9-45 વાગ્યે સામાકાંઠે આવેલ હાઉસિંગ બોર્ડ પાસેના મહારાણા સર્કલ.ખાતેની મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને ફુલહાર કરી ભાવવંદના કરાશે. મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયતીની ઉજવણીમાં દરેક ક્ષત્રિય સમાજના લોકોને સહભાગી બનવા ભાવભીનું નિમંત્રણ પાઠવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news