ટંકારા : ટંકારામાં તારીખ 21 જાન્યુઆરી ને મંગળવારે રામાનંદી સાધુ સમાજના 1008 જગતગુરુ રામાનંદાચાર્યજીની 725મી જન્મજયંતી ઉજવાશે. ટંકારાની ખીજડીયા ચોકડી પાસે આવેલા ખાખી મંદિર ખાતે સવારે 9-30 વાગે ગુરુપૂજન, 11 વાગે ધર્મસભા, પ્રવચન અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ટંકારા તેમજ ટંકારા તાલુકામાં વસતા તમામ રામાનંદી સાધુઓને મંત્રી નરેન્દ્રભાઈ કુબાવત અને પ્રમુખ રમણીકભાઈ રામાનુજ તથા સમગ્ર કારોબારી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.