ગ્રામ પંચાયત કચેરીએથી જ દાખલા કઢાવવા ડેપ્યુટી કમિશનરની અપીલમોરબી : મોરબી મહાપાલિકામાં ભળેલી 9 ગ્રામ પંચાયતના લોકોને જન્મ- મરણના દાખલા તેમની ગ્રામ પંચાયત કચેરીએથી જ કઢાવવા ડેપ્યુટી કમિશનર દ્વારા અપીલ કરાઈ છે.આ મામલે ડેપ્યુટી કમિશનર કુલદિપસિંહ વાળાએ જણાવ્યું કે મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલ ગામો રવાપર, લીલાપર, શકત શનાળા, માધાપર-વજેપર ઓ.જી., નાની વાવડી, અમરેલી, ભડિયાદ-જવાહર, ત્રાજપર-માળિયા વનાળીયા, મહેન્દ્રનગર- ઇન્દિરાનગર ખાતે જન્મ-મરણ નોંધણીના દાખલાને લગત કામગીરી માટે તેમના વિસ્તારની ગ્રામ પંચાયત કચેરીએથી તલાટી મંત્રી દ્વારા આપની કામગીરી સરળતાથી થઇ શકશે. તો જાહેર જનતાને આ સુવિધાનો લાભ ત્યાંથી લેવા અનુરોધ કરવામાં આવે છે.