લાંબા સમયથી મુખ્યમંત્રી આવાસ યોજના નજીક મોતના કુવા સમાન ખાડો ન પૂરતા લોકો અકસ્માતનો ભોગ બને છે મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર નગરપાલિકા દ્વારા મોતના કુવા સમાન ખાડો પુરવાની તસ્દી ન લેવાતા દરરોજ નાના મોટા અકસ્માત સર્જાય છે. ત્યારે આજે એક બાઈક ચાલક આ ખાડામાં ખાબકયો હતો. સદનસીબે આ બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થઈ નથી. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર મુખ્યમંત્રી આવાસ યોજના નજીક લાંબા સમયથી નગરપાલિકા દ્વારા રોડનું કામ ચાલુ હોય મોતના કુવા સમાન નાલું બનાવ્યા બાદ પુરવાની તસ્દી ન લેવાતા દરરોજ નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે આજે એક બાઈક ચાલક અંધારામાં આ ખાડામાં ખાબક્યો હતો. બાઈક ચાલક નગરપાલિકા સર્જિત મોતના ખાડામાં ખાબકતા અન્ય લોકોએ ત્વરિત મદદ કરી બચાવી લીધો હતો. અને સદનસીબે આ બાઈક ચાલકને કોઈ ગંભીર ઇજાઓ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.