મોરબી : મોરબીના નઝરબાગ રોડ ઉપર પસાર થઈ રહેલા ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ જજ ની ગાડી પાછળ પુરઝડપે અને ગફલતભરી રીતે બાઈક ચલાવી બાઈક ચાલકે અકસ્માત સર્જી નુકશાન પહોંચાડતા ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના નઝરબાગ રોડ ઉપર શ્રીમદ સોસાયટી નજીક પસાર થઈ રહેલ ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ જજ ની ઇનોવા ગાડી પાછળ પુરઝડપે અને ગફલતભરી રીતે ધસી આવેલા GJ-36-Q 3149 નંબરના બાઈક ચાલકે પોતાનું બાઈક અથડાવી કારમાં પાછળના બમ્પરના ભાગે તથા પાછળની બ્રેક લાઇટના ભાગે ભટકાડી આશરે રૂ.20 હજારનું નુકશાન પહોંચાડી પોતાને પણ ઇજાઓ પહોંચાડી હતી. અકસ્માતના આ બનાવ અંગે પાર્થ જનકભાઇ ચૌહાણે મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ- 36-Q-3149ના ચાલક વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૪૨૭ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.