ટંકારા :રાજકોટ- મોરબી હાઇવે ઉપર ટંકારાના ધ્રુવનગર નજીક ઈકો કાર ઓચિંતી ભડભડ સળગી ઉઠતા રોડ ઉપર જતા વાહનો અચંબામાં મુકાઈ ગયા હતા. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આ મામલે ટંકારા મામલતદાર કેતન સખિયા સહિતના અધિકારીઓએ ઘટના અંગે જાણકારી મેળવી હતી.