મોરબી : મોરબીમાં ચંદ્રેશનગર સોસાયટી ખાતે આવેલા બાલા હનુમાનજી મંદિર ખાતે તા. 7 સપ્ટેમ્બરને ગુરૂવારે જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે તા. 7 ના રાત્રે 9 કલાકે રાસ-ગરબા અને 12 કલાકે મહાઆરતી કરી શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવ ઉજવવામાં આવશે. તો આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા બાલા હનુમાનજી મંદિર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.