મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલની જામીનની આવતીકાલે બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. મોરબીના ચકચારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલે તા. 23 ના રોજ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની સુનાવણી આવતીકાલે તા. 29 ના રોજ કોર્ટમાં થનાર છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જયસુખ પટેલે હાઇકોર્ટના આદેશ મુજબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પીડિતોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવા માટે બેન્કના કામ માટે જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હતી જો કે ત્યારે અરજીને મોરબી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.