મોરબી : બિઝનેસમાં સફળતા મેળવવા માટે જે નીતિશાસ્ત્ર અને આધ્યાતમિકતાની જરૂર હોય છે. તેના ઉપર પ્રકાશ પાડવા માટે આર્ટ ઓફ લિવિંગના કોર્પોરેટ ટ્રેનર દિપકભાઈ પંજાબી ઝૂમ એપના માધ્યમથી ઘરેબેઠા માગદર્શન આપશે. આજે તા. 20 એપ્રિલના રોજ 'બિઝનેસ એથિક્સ અને સ્પિરિચ્યુઆલિટી' વિષય પર સાંજે 4 કલાકે ઝૂમ એપ પર મિટિંગ થશે. આ મિટિંગ વિશ્વ ગુજરાતી સમાજ, મોરબી સિરામિક એસોસિયેશન, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, ઝાલાવાડ ફૅડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ, મોરબી વોલ ક્લોક મેન્યુફેક્ચર્સ એસોસિએશન, આર્ટ ઓફ લિવિંગ - મોરબીના સહયોગથી દીપકભાઈ પંજાબી તથા પ્રતિકભાઈ પંડ્યા દ્વારા યોજવામાં આવેલ છે. આ મિટિંગમાં નીચેની લિંક પર ક્લિક કરી મિટિંગ આઈડી નાખી જોઈન થઇ શકાશે. Join Zoom Meeting https://us02web.zoom.us/j/9825057772 Meeting ID: 982 505 7772 Date: 20 /04/2020 4:00 PM