મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 12 ઓગસ્ટ ને મંગળવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, મગ, શીંગદાણા, ચણા, એરંડા, કાળા તલ અને તુવેર ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 280 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ રૂપિયા 546 પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 154 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 1914 સુધી બોલાયા હતા. તો જીરુંના 3500, બાજરાના 566, જુવારના 550, મગના 1511, શીંગદાણાના 1354, ચણાના 1168, એરંડાના 1262, કાળા તલના 3500 અને તુવેરના 1221 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 200 રૂપિયા, ગુવારના 800 રૂપિયા, ભીંડાના 400 રૂપિયા, ટામેટાના 900 રૂપિયા, કોબીજના 340 રૂપિયા, કાકડીના 300 રૂપિયા, લીંબુના 400 રૂપિયા, દુધીના 260 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.