મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 1 સપ્ટેમ્બર ને સોમવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, તુવેર, ચણા, કાળા તલ અને સીંગદાણા ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 320 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 556 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 110 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 1958 સુધી બોલાયા હતા. તો જીરુંના 3550, બાજરાના 585, તુવેરના 1156, ચણાના 1064, કાળા તલના 4040 અને સીંગદાણાના 1250 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 200 રૂપિયા, રીંગણાના 700 રૂપિયા, કારેલાના 80 રૂપિયા, ગુવારના 700 રૂપિયા, ભીંડાના 300 રૂપિયા, ટામેટાના 460 રૂપિયા, કોબીજના 320 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 500 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 340 રૂપિયા ભાવ બોલાયા છે.