મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 1 ઓક્ટોબર ને બુધવારના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, બાજરો, તુવેર, અડદ, ચણા, એરંડા અને કાળા તલ ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 318 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1511 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 110 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 549 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 33 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1800 રૂપિયા સુધી બોલાયા હતા. તો જીરુંના 3350, બાજરાના 550, તુવેરના 1125, અડદના 1299, ચણાના 1018, એરંડાના 1251 અને કાળા તલના 2820 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1200 રૂપિયા, ભીંડાના 300 રૂપિયા, ટામેટાના 560 રૂપિયા, કોબીજના 240 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 400 રૂપિયા અને સુક્કી ડુંગળીના 260 રૂપિયા ભાવ બોલાયા છે.