મોરબી : ટંકારાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાત રમેશ બસિયાના જણાવ્યા મુજબ આજે દ્વારકા, ઓખા, ભાટિયા, નલિયા, માંડવી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં પવનની ઝડપ 26 થી 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના છે. બીજી તરફ, રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન મોટાભાગે ખુલ્લું અને તડકાભર્યું રહેશે. જોકે, રાજકોટ અને મોરબીના આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે.