મંડળીના તમામ સાભાસદો ઉપસ્થિત રહ્યા મોરબી : મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની 34મી વાર્ષિક સાધારણ સભા મંડળીના ઉપપ્રમુખ જયંતીભાઈ કુંડારીયાની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ. આ સાધારણ સભામાં મંડળીના તમામ સભાસદો ઉપસ્થિત રહ્યાં હતા.નાના એકમથી શરૂ થયેલી આ મંડળી આજે વટવૃક્ષ બનીને ઉભી છે. સભાસદોને રૂપિયા 18,00,000 (અઢાર લાખ) જેટલી માતબર રકમનું ધિરાણ આપે છે. અકસ્માતે મૃત્યુ પામેલ સભાસદને રૂપિયા 15,00,000 (પંદર લાખ)નું વીમા કવચ મળે છે. કુદરતી મૃત્યુમાં સભાસદને રૂપિયા 1,50,000 (દોઢ લાખ)ની આર્થિક સહાય મળે છે. સમગ્ર મંડળીનો વહીવટ સોસાયટી એપના માધ્યમથી ઓનલાઈન પણ ચલાવવામાં આવે છે.આ વાર્ષિક સાધારણ સભામાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ડિરેક્ટર ધનજીભાઈ કુંડારીયા, આર.ડી.સી.બેંકના ઝોનલ ઓફિસર ચેતનભાઈ ભૂત, આર.ડી.સી.બેંકના મેનેજર પંકજભાઈ ભાલોડિયા, બી.આર.સી.કો.ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિરેનભાઈ કુંડારીયા, શૈક્ષીક મહાસંઘ મોરબીના અધ્યક્ષ સંદીપભાઈ લોરીયા, એચ.ટાટ.સંઘ મોરબીના પ્રમુખ હિરેનભાઈ ધોરીયાણી, મોરબી શહેર પ્રા.શિ. શરાફી મંડળીના પ્રમુખ કલ્પેશભાઈ મહોત અને મંત્રી જયેશભાઈ બાવરવા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.આ સાધારણ સભાની શરૂઆતમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ પરિવારજનોના આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. દીપ પ્રાગટય અને પ્રાર્થના સાથે સભાની શરૂઆત થઈ હતી. મંડળીના કારોબારી સભ્ય કમલેશભાઈ દલસાણીયા દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત થયું હતું. મંડળીના મંત્રી ધર્મેન્દ્રભાઈ રંગપરિયાએ સૌ સભાસદો સમક્ષ મંડળીનો વાર્ષિક અહેવાલ અને હિસાબો રજુ કર્યા હતા. જરૂરી ઠરાવો થયા હતા. જે સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યા હતા. મંડળીના સભાસદ પરિવારોના ધો.10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓના તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ સભાસદોને મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. શૈક્ષીક મહાસંઘ મોરબીના અધ્યક્ષ સંદીપભાઈ લોરીયા અને આર.ડી.સી.બેંકના ડિરેક્ટર ધનજીભાઈ કુંડારીયાએ પોતાના વક્તવ્યમાં મંડળીના વિકાસ માટેના સુચારુ સૂચનો સાથે મંડળીને શુભેચ્છાઓ પાઠવી હતી. સભાના અધ્યક્ષ સ્થાનેથી જણાવતા મંડળીના ઉપપ્રમુખ જયંતીભાઈ કુંડારીયાએ મંડળીની પ્રગતિનો ગ્રાફ રજુ કર્યો હતો. મંડળીમાં ફિક્સ ડિપોઝીટ પર 0.50 ટકા વ્યાજ વધારો આપ્યો હતો. આ સાથે જ સભાસદોની ફરજિયાત બચત કપાત 500માંથી વધારી 1500 કરવામાં આવી હતી. સૌ સભાસદો દ્વારા મંડળીના થઈ રહેલા ઉતરોતર વિકાસ બદલ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો. શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંજોગોવશાત અનુઉપસ્થિત રહેલ મંડળીના પ્રમુખ શૈલેષભાઈ ધાનજાએ પોતાનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો આ દરમ્યાન મંડળીના કારોબારી સભ્ય વિનોદભાઈ કાવર દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર સાધારણ સભાનું સફળ અને સુચારુ સંચાલન મંડળીના કારોબારી સભ્ય અને ઘુનડા(સ.) પ્રા.શા.ના શિક્ષક રાજેશ મોકાસણા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે સૌ સભાસદોને સભાસદ ભેટ અર્પિત કરી સ્વરૂચી ભોજન સાથે મંડળીની સાધારણ સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતું. આ સાધારણ સભાને સફળ બનાવવા માટે મંડળીના સૌ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.