મોરબી: મોરબીની ગીતાંજલી વિદ્યાલયનો દર વર્ષે યોજાતો એન્યુઅલ ડે તા.૨૫ જાન્યુઆરીને શુક્રવારે સાંજે ૭ વાગ્યે યોજાનાર છે. વૈભવનગર સોસાયટી, પી.જી.કલોકની પાછળ, શનાળા રોડ ,મોરબી ખાતે આયોજિત થનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લલિત કાગથરા (ધારાસભ્ય ટંકરા , પડધરી), બ્રિજેશ મેરજા (ધારાસભ્ય મોરબી, માળીયા), રઘુભાઈ ગડારા (ભાજપ પ્રમુખ મોરબી), મંજુલાબેન દેત્રોજા (સામાજિક અગ્રણી) ખાસ હાજર રહેનાર છે. આ ઉપરાંત અન્ય આમંત્રિત મહેમનોમાં મયુર એસ પારેખ (ડી.પી.આઈ.ઓ મોરબી), બી.એમ.સોલંકી (ડી.ઇ.ઓ.મોરબી), નિલેશ રાણીપા (ઇ આઈ .મોરબી), મનોજ ઓગણજા (પ્રમુખ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ), કિશોર ચીખલીયા (પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી), હંસરાજ પચોટીયા(પ્રમુખ તાલુકા પંચાયત), કેતન વિલપરા (પ્રમુખ મોરબી નગરપાલિકા)ની ઉપસ્થિતિમાં યોજાનાર આ સરગમ વાર્ષિકોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીગણને ઉપસ્થિત રહેવા સંસ્થાના મનોજ પનારા તેમજ રૂપલ પનારાએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en