વરસાદ ખેંચાયા બાદ હળવદના અમરાપર ફીડરમાં અનિયમિત પાવરથી ખેડૂતોમાં રોષ : રજુઆત માટે ટોળા ઉમટ્યા હળવદ : હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવેલો મોલ મુરજાઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે પરંતુ હળવદના અમરાપર ફીડર હેઠળ આવતા 8 જેટલા ગામના ખેડૂતોને લબક - ઝબક વીજળી આપવામાં આવતી હોવાનો આરોપ લગાવી ખેડૂતોએ આજે વીજ કચેરીએ હલ્લાબોલ કરી 10 કલાક પુરેપૂરો એક સાથે વીજ પુરવઠો આપવા માંગ દોહરાવી છે. હળવદ તાલુકાના અમરાપર ફીડર હેઠળ આવતા આઠ જેટલા ગામોમાં પાછલા ઘણા સમયથી વીજ પુરવઠો અનિયમિત અપાતો હોવાની અને મોટા ભાગના સમયે લાઈન ફોલ્ટમાં જ રહેતી હોવાથી ખેડૂતો અમરાપર ફિડર ખાતે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. જો કે ત્યાથી ખેડૂતોને કોઈ યોગ્ય જવાબ ન મળતાં ખેડૂતો દ્વારા હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે. અમરાપર ફિડર હેથળ આવતા અજીતગઢ, ખોડ, જોગડ, કીડી, અમરાપર, મીયાણી, ટીકર તેમજ નવા ઘાટીલા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ પાછલા ઘણા સમયથી પુરેપુરો વિજ પુરવઠો એકસાથે આપવામાં આવતો નથી. જ્યારે પણ લાઈટ આપવામાં આવે ત્યારે લબક-ઝબક વીજળી આપવામાં આવતી હોય. જેના કારણે બે વિઘા પણ જમીન પાઈ શકાતી નથી. સાથે જ જો લાઇન ફોલ્ટમાં ગઈ હોય તો અનેક રજૂઆત કરવા છતાં પણ યોગ્ય સમયે રીપેરીંગ કરવાની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી, આજે અમરાપર ફિડર ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા. પરંતુ ત્યાં કોઈ યોગ્ય જવાબ ન મળતા હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..