શહેરમાં તંત્રની કામગીરી વચ્ચે હજુ પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત: આગામી દિવસોમાં પણ ડ્રાઇવ ચાલુ રહેશેમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા શહેરમાં રખડતા પશુઓ સામે કામગીરી હાથ ધરવામાં આવી છે. મનપાની ટીમ દ્વારા આ અઠવાડિયા દરમિયાન જાહેર માર્ગો પર અડચણરૂપ બનતા કુલ 29 રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે. તેમજ મોરબી મહાનગરપાલિકા બન્યા પછી આજદિન સુધીમાં 3826 રખડતા પશુઓને પકડી પાડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારોમાંથી પકડેલા આ પશુઓને મોરબી જિલ્લાની આજુબાજુની ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. તેમજ મહાનગરપાલિકા હસ્તકના નંદી ઘરમાંથી 600 થી વધુ પશુઓને જુદી જુદી ગૌશાળા તથા પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.મનપાની ANCD શાખા દ્વારા 360 પશુ માલિકોને લાયસન્સ આપવા, 24 લાયસન્સ રિન્યૂ કરવા, 33 લોકોને ઘાસ વેચાણ પરમિટ આપવા તેમજ 49 નાગરિકોના પેટડોગનું રજીસ્ટ્રેશન અને 10 ડોગ લાયસન્સ પરમિટ રિન્યુ કરવા જેવી કામગીરી પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પશુઓની સુરક્ષા અને નિયંત્રણને ધ્યાને રાખીને 2920 પશુઓનું RFID તથા Tagging ની કરવામાં આવ્યું છે, જે આગામી સમયમાં પણ યથાવત રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.એક તરફ મનપા દ્વારા પશુઓ પકડવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે, તેમ છતાં મોરબીના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં હજુ પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, જેને કારણે રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #StrayCattle #MorbiMunicipalCorporation #MorbiNews #GujaratNews