મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ પાર્કિંગમાં શરતચુકથી બાઇક બદલાઇ ગયેલ હોય જેને મોરબી પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, નેત્રમના કેમેરા મારફતે શોધી મુળ માલીકને પરત કરાવતા બાઈક માલિકે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરબીમાં ગત તારીખ ૧૦ ના રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં દિનેશભાઇ મગનભાઇ પરમાર રહે, વિજયનગર,મોરબી વાળાએ પોતાનું બાઇક નં-GJ-36-P-2077 જુના બસ સ્ટેન્ડમાં પાર્કિંગમાં રાખેલ હતું. તેઓ સાંજે પરત આવી બાઇક ચેક કરતા પોતાનું બાઇક ત્યાં ન હોય, જેથી તેઓએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમનો સંપર્ક કરતા પોલીસ દ્વારા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા આ બાઇક રમેશભાઇ દેવરાજભાઇ કુબાવત રહે.શ્યામપાર્ક પંચાસર રોડ, મોરબીવાળાના મજુર અનિલભાઇ ભૂલથી ચાવી લાગી જતાં લઇને જતા જોવા મળેલ હતા. બાદમાં આ બાઇક મંગલમ હોસ્પિટલ બહાર રાખેલ હોય પોલીસ દ્વારા નેત્રમ કેમેરા નેટવર્ક મારફતે બાઇકને શોધી મુળ માલીક દિનેશભાઇને પરત અપાવેલ હતું, મોરબી પોલીસ દ્વારા પોતાનું બાઇક પરત અપાવવા માટે કરેલ કાર્યવાહીથી પ્રભાવિત થઇને દિનેશભાઇ પરમારે મોરબી પોલીસનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરી કોમ્પ્યુટર સેલના પીએસઆઇ પી.ડી.પટેલ, નેત્રમ ઇન્ચાર્જ એએસઆઇ આર.એમ.ઝાલા, નેત્રમ પોલીસ કોન્સ્ટેબલ સહદેવભાઇ શીવલાલ, અજયભાઇ ભીખુભા અને નાગજીભાઇ તેજાભાઇ દ્વારા કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..