મોરબી : મોરબીના ગાળા ગામના પાધરમા રસ્તાને નડતર રૂપ દબાણો ઉપર આજે જિલ્લા પંચાયતનું બુલડોઝર ફરી વળ્યું હતું અને નડતરરૂપ આઠેક જેટલા બાંધકામનો ભુક્કો બોલાવી દેવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળીયા નેશનલ હાઇવેથી ગાળા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર ગાળા ગામના પાધરમા રહેણાક મકાનોના દબાણ ઉભા થઇ જતા રસ્તો સાંકળો બની ગયો હતો. જે સંદર્ભે કાર્યવાહી કરી આજે જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના અધ્યક્ષની હાજરીમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર બનવાયેલ બાથરૂમ સહિતના બાંધકામ અને ફળિયાના દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.