યુવતીના પરિવારજનોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં યુવાને પ્રેમલગ્ન કરી લેતા નારાજ થયેલા યુવતીના પરિવારજનોએ રોષે ભરાઈને યુવાનની બહેનના ઘરે જઈ તેને તથા તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી નમ્રતાબેન જગદીશભાઇ શીરવી (ઉ.વ. ૨૭, ધંધો નોકરી, રહે. પટેલનગર, આલાપ રોડ, મોરબી) એ સમા પક્ષના આરોપીઓ પ્રદીપ ગઢવી, રોજેન્દ્રદાન ગઢવી, એક અજાણ્યો ઇસમ (રહે. તમામ લાભનગર, વેજીટેબલ રોડ, મોરબી-૨) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૩ના રોજ મોરબી આલાપ રોડ પટેલનગરમાં બનેલા આ બનાવમાં આરોપીઓએ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીનો ભાઇ આરોપી પક્ષની દીકરી સાથે મેરેજ કરેલ હોય જેનો રાગદ્રેશ રાખી તારો ભાઇ તથા યુવતીને શોધી કાઢો, તારા ભાઇને જાનથી મારી નાખવો છે. તથા તમને કુટુંબીજનોને શાંતીથી રહેવા નહિ દઇએ, પતાવી દઇશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.