મોરબી એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે આરોપીને માળિયા કોર્ટ નજીકથી દબોચ્યોમાળિયા(મિયાણા) : માળિયા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ફરાર આરોપીને મોરબી એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી માળિયા મીંયાણા પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.ર.નં. 0905/2025 બી.એન.એસ.ની કલમ- 303(2), 54 મુજબના ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી સલીમ ઉર્ફે સુલેમાન હૈદર જેડા (મીંયાણા) (ઉં.વ. 37, ધંધો: મજુરી, રહે. ભરવાડના વાડા વિસ્તાર, રેલ્વે સ્ટેશન તરફ જવાના રસ્તે, માળિયા મીંયાણા) હાલ માળિયા કોર્ટની બાજુમાં ગોળાઈવાળા રોડ ઉપર ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે વોચ ગોઠવીને આરોપી સલીમ ઉર્ફે સુલેમાન હૈદર જેડાને ઝડપી લીધો હતો. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે માળિયા મીંયાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આ સફળ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. આર.સી. ગોહિલ, પી.એસ.આઈ. વી.જી. માલાણી તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.#Morbi #Maliya #MorbiPolice #LCB #CrimeNews #MorbiUpdates