ટંકારા પોલીસે આરોપીને અમદાવાદ નજીકથી દબોચી લીધો ટંકારા : ટંકારામાં સાધુના વેશમા લુટ તથા જામનગર જીલ્લાના ચોરીના ગુન્હામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી લીધો હતો. ટંકારા પોલીસે બાતમીના આધારે આરોપીને અમદાવાદ નજીકથી દબોચી લઈ ટંકારા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના થઈ આવતા પો.સબ.ઇન્સ.બી.ડી. પરમારની સુચનાને માર્ગદર્શન મુજબ ASI ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ તથા PC શૈલેષભાઈ રવજીભાઈ હૈણ તથા PC સિધ્ધરાજસિંહ અર્જુનસિહ વિગેરે પ્રયત્નશીલ હતા. તે દરમિયાન ASI ફારૂકભાઇ યાકુબભાઇ પટેલઓને ખાનગીરાહે ચોકકસ બાતમી મળેલ કે ટંકારા વિસ્તારમા સાધુના વેશમા લુટ ચલાવી છેલ્લા એકાદ વર્ષથી ફરાર આરોપી અમદાવાદના એક્સપ્રેસ હાઈવે લાલગેબી સર્કલ પાસે આવવાનો છે જે ચોકકસ હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ જતા ઉપરોકત નાસતો ફરતો આરોપી રાજુનાથ નટવરનાથ પઢીયાર રહે હાલ પીપળજગામ શંકરભગવાન ના મંદિર પાસે તા.જી.અમદાવાદવાળો મળી આવતા ટંકારા પોસ્ટે લાવી પુછપરછ કરતા ટંકારામાં લુટના ગુનામા તથા જામનગરના ચોરીના ગુનામાં ફરાર હોવાનું ખુલતા તેની ધોરણસર અટક કરી હતી. આ કામગીરી બી.ડી.પરમાર પો.સબ.ઇન્સ તથા ASI ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ તથા PC સિધ્ધરાજસિહ અર્જુનસિહ તથા PC શૈલેષભાઈ રવજીભાઈ હૈણ સહિતના પોલીસ સ્ટાફે કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..