6 પૈકી 5 આરોપીઓને રવાપર રોડ ઉપર હોથલ ફાઈનાન્સની ઓફિસે લાવવામાં આવ્યા, લોકોના ટોળા ઉમટ્યામોરબી : અણીયારી ટોલનાકા નજીક ધૈર્ય હોટલ ખાતે વ્યાજખોરના ઈશારે મોરબીના યુવકની હત્યા કરનાર પાંચ આરોપીઓ તેમજ નામચીન વ્યાજખોરને માળીયા મિયાણા પોલીસ તેમજ એલસીબી ટીમે પકડ્યા બાદ તેઓને રવાપર રોડ ખાતે આવેલી તેમની હોથલ ફાઇનાન્સની ઓફિસે લાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા અમદાવાદ હાઇવે પર મોડી રાત્રે મોરબી મહેન્દ્રનગરમાં રહેતા અનિલ હરિભાઈ કંડીયા નામના ગૌસેવક યુવકની આરોપી શિવમ રબારીના કહેવાથી છરીના ઘા ઝીકી પાંચ શખ્સોએ હત્યા કરી નાખી વિવેક પટેલ નામના યુવકને પણ જીવલેણ ઇજાઓ પહોચાડી હતી. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ઇજાગ્રસ્ત વિવેક પટેલની ફરિયાદના આધારે હત્યા અને હત્યાની કોશિશ અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જેના આધારે આરોપી (1) મોહન ઉર્ફે શીવમભાઇ ભગવાનજીભાઇ ભુંભરીયા રહે.મોરબી (2) રમેશભાઇ ઉર્ફે રામો અરજણભાઇ રબારી મુળ.કેશોદ હાલ રહે. મોરબી (3) પૃથ્વીરાજસિહ ભગીરથસિહ ઝાલા રહે. મોરબી (4) ગુલામહુસૈન મહેબુબભાઇ પઠાણ રહે. મોરબી (5) કિશનભાઇ અમરશીભાઇ ચૌહાણ રહે. મોરબી અને આરોપી (6) હીરાભાઇ રવજીભાઇ ઉલવા રહે.મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે બપોરે પોલીસ 6 પૈકી 5 આરોપીઓને દોરી બાંધી રવાપર રોડ ઉપર આવેલી તેમની હોથલ ફાયનાન્સની ઓફિસે લાવી હતી. અહીં આરોપીની ઓફિસની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નામચીન શખ્સોને દોરી બાંધેલી હાલતમાં જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.