પોલીસે સગીરાને અને અપહરણ કરી આવેલ શખ્સને મધ્યપ્રદેશ પોલીસને સોંપ્યા હળવદ : મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાંથી સગીરાનું અપહરણ કરી ભાગેલ શખ્સને હળવદ પોલીસે ઝડપી લીધો છે. પોલીસ દ્વારા આરોપીને અને સગીરાને હળવદ પોલીસ મથકે લઇ આવી મધ્યપ્રદેશ પોલીસને જાણ કરી તેઓને સોંપવામાં આવ્યા છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પી.આઈ પી.એ દેકાવાડિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના યોગેશ દાન ગઢવી,દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના પોલીસ જવાનો દ્વારા હળવદની સીમ વિસ્તારમાંથી મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના રાવતી તાલુકામાથી સગીરાનું અપહરણ હળવદ સુધી આવી ગયેલ દિલીપભાઈ બાબાજીભાઈ ભુરીયા (રહે નાહરપુરા, જિલ્લો રતલામ)ને સગીરા સાથે ઝડપી લીધો હતો. હળવદ પોલીસે આરોપીને અને સગીરાને હળવદ પોલીસ મથકે લઇ આવી મધ્યપ્રદેશ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી મધ્યપ્રદેશ પોલીસ હળવદ દોડી આવી અપહરણ કરતા શખ્સને અને સગીરાને હળવદ પોલીસે મધ્યપ્રદેશ પોલીસને સોપ્યા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..