મોરબી : મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા છેડતીના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતો આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે. એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને ખાનગી રાહે મળેલ હકીકત આધારે બોટાદ જિલ્લાના બરવાળા મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી કમલેશ ઉર્ફે રાજુ માધુભાઈ કાવીઠીયા (ઉ.વ. 27, રહે. હાલ રંગપર-જેતપર રોડ, પાવળીયારી કેનાલ ઉપર ઝૂંપડામાં, તા.જી. મોરબી, મૂળ રહે. રોજીત, તા. બરવાળા, જી. બોટાદ)ને આજે તા. 2ના રોજ પાવળીયારી કેનાલ પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. અને પોલિસે આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી બરવાળા પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.