એ ડિવિઝનની ટીમે મહારાષ્ટ્રમાંથી આરોપીને દબોચી લીધો મોરબી : મોરબીમાં અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં સાડા બાર વર્ષથી ફરાર રહેલો આરોપી અંતે પોલીસની ગિરફતમાં આવ્યો છે. જેમાં બાતમીના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ મહારાષ્ટ્ર પહોંચીને અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં સાડા બાર વર્ષથી ફરાર રહેલો આરોપીને દબોચી લીધો હતો. મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ હાલ જિલ્લામાં વિવિધ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે મોરબી એ ડિવિઝન પીઆઇ બી.પી.સોનારાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન સ્ટાફ ફરાર રહેલા આરોપીઓને ઝડપી લેવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં સાડા બાર વર્ષથી ફરાર રહેલો આરોપી પ્રદીપકુમાર રામકુમાર યાદવ (ઉ.વ.32, રહે. ઉત્તરપ્રદેશ) મહારાષ્ટ્ર રાજ્યની ધુલે સીટીના માનીકનગર પાસે ભાડાના મકાનમાં રહેતો હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર રાજ્યની ધુલે સીટીમાં પહોંચી હતી અને ત્યાંથી આ આરોપીને ઝડપી લઈ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવી તેના કોવિડ ટેસ્ટ કરાવીને વિધિવત ધરપકડની તજવીજ હાથ ધરી છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..