મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને દબોચી લીધો ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધો હતો અને આરોપીને વધુ તપાસ માટે ટંકારા પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. મોરબી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવાની એસપી સુબોધ ઓડેદરાએ સૂચના આપતા એલ સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પો. સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એલ.સી.બી.અને પેરોલ-ફર્લો સ્કવોડ સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમ્યાન પેરોલ-ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળેલ કે, ટંકારામાં દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સુનીલ કીશનભાઇ દેવીપુજક રહે રાજકોટ વાળો આજે મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ હોવાની હકીકત આધારે મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે તપાસ કરતા છેલ્લા ત્રણ માસથી ફરાર આરોપી સુનીલભાઇ કિશનભાઇ સોલંકી ઉવ. ૨૫ ધંધો મજુરી રહે રાજકોટ ચુનારાવાડ શેરી નં-૦૧ નદીના કાંઠે તા.જી.રાજકોટ વાળો મળી આવતા હસ્તગત કરીને ટંકારા પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે ઇ-ગુજકોપ પોકેટકોપ એપ્લીકેશનમાં મજકુર ઇસમનો ગુનાહીત ઇતિહાસ તપાસતા આરોપી સામે ટંકારા, મોરબી, રાજકોટ સહિતના સ્થળે સાત જેટલા પ્રોહિબીશનના ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. આ કામગીરી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી, એન.બી.ડાભી પો.સબ.ઇન્સ., એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, પૃથ્વિરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજા, પો.કોન્સ. વિક્રમભાઇ કુંગસીયા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, રણવીરસિંહ જાડેજા,હરેશભાઇ સરવૈયા સહિતનાએ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..