મોરબી : અમદાવાદ સરખેજ પોલીસ મથકના ચોરીના ગુન્હામાં સાબરમતી જેલમાં કાચાકામના કેદી રાજેશ ઉર્ફે રજુ હરિલાલ સારેસા રહે.હીરાપર ટંકારા વાળો વચગાળાના જામીન ઉપર છૂટ્યા બાદ છેલ્લા સાત માસથી ફરાર થઇ જતા મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ટંકારા લતીપર ચોકડી નજીકથી ઝડપી લઈ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.