મોરબી એલસીબી ટીમે તળાવિયા શનાળા રોડ ઉપરથી ફરાર આરોપીને દબોચી લીધો મોરબી : મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટિયા નજીક આઠેક મહિના પહેલા ચીલ ઝડપ કરી નાસી છૂટેલા મધ્યપ્રદેશના આરોપીને મોરબી એલસીબી ટીમે તળાવિયા શનાળા રોડ ઉપર આવેલી સિરામીક ફેક્ટરીમાંથી ઝડપી લઈ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટિયા નજીક આઠેક મહિના પહેલા ચીલ ઝડપ કરનાર આરોપી દિલીપ માનસિંગ ઓડિયા રહે.ખાકરીયા જીરી, ધાર, મધ્યપ્રદેશ વાળો હાલમાં તળાવિયા શનાળા રોડ ઉપર આવેલી સ્પેન્સેરા સિરામીક ફેક્ટરીમાં હોવાની બાતમી મોરબી એલસીબી ટીમને મળતા એએસઆઈ જિજ્ઞાસાબેન કણસાગરા, હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા અને કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ કાસુન્દ્રાને મળતા આરોપીને ઝડપી લઈ તાલુકા પોલીસ મથકને હવાલે કર્યો હતો.