એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે સગીરાને પણ શોધી કાઢી મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપરથી પાંચેક માસ પૂર્વે સગીરાનું અપહરણ કરી જનાર આરોપી અને સગીરાને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પોલીસ ટીમે હળવદ તાલુકાના ઘણાંદ ગામેથી શોધી કાઢી આરોપીની અટકાયત કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પાંચેક માસ પૂર્વે મોરબીના વેજીટેબલ રોડ ઉપરથી સગીરાનું અપહરણ થતા આ મામલે ગુન્હો નોંધાયો હતો અને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે સગીરાને શોધવા પ્રયત્નશીલ હતી તે દરમિયાન આરોપી અક્ષય દિનેશભાઇ ડાભી હળવદ તાલુકાના ઘણાંદ ગામે સગીરા સાથે હોવાની હકીકત મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે બન્નેને હસ્તગત કરી મોરબી સિટી બી ડિવિઝન પોલીસને સોંપી આપવા તજવીજ હાથ ધરી છે.