મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે વિરમગામ નજીકથી પકડી પાડ્યો મોરબી : મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમેં આજે બાતમીના આધારે પલાસડી ગામે આજથી ચારેક મહીના પહેલા સગીરવયની બાળાનુ અપહરણ કરી ભગાડી જનાર આરોપીને પકડી પાડી ભોગબનનારને શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, તથા એન્ટી હ્યુમન ટ્રાફીકગ યુનીટ મોરબીના સ્ટાફના માણસો સગીરવયની બાળા તેમજ ગુમ થનાર વ્યકિતઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન પો.હેડ કોન્સ જયવંતસિંહ ગોહીલ તથા ફુલીબેન ઠાકોરને હકીકત મળેલ કે, વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતી સગીરાને આરોપી તેના ઘરેથી ભગાડી અપહરણ કરી લઇ ગયેલ હોય જે આરોપી તથા ભોગ બનનાર બન્ને વિરમગામ તાલુકાના વણી ગામે હોવાની મળેલ હકિકત આધારે પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડાના તથા પો.કોન્સ. નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાનાઓ સાથે પોલીસ ટીમને અર્થે મોકલતા આરોપી ધર્મેશ ઉર્ફે ધમો સુરેશભાઇ પનારા (ઉવ. ૨૩ હાલ રહે. હસનપર, શકિતપરા તા.વાંકાનેર જિ. મોરબી મુળ રહે દુધરેજ, વડવાળા મંદિર પાસે, સુરેન્દ્રનગર) તથા ભોગબનનાર બાળા બન્ને મળી આવતા તેઓ બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પો.સ્ટે.ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.