મોરબી : ઉત્તરપ્રદેશ રાજ્યના ફિરોઝાબાદ જિલ્લાના લાઈનપાર વિસ્તારમાં સગીરાને ભગાડીને એક શખ્સ મોરબી આવ્યો હોવાની બાતમીના આધારે આરોપી અને ભોગ બનનારની તપાસ અર્થે ફિરોઝાબાદ જિલ્લાના લાઈનપાર પોલીસ સ્ટેશનની એક ટીમ મોરબી દોડી આવી હતી. જેની સાથે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને બાતમીના આધારે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમેં સગીરાને ભગાડી મોરબી આવેલો આરોપી સંજયભાઈ અમરીશભાઈ શંખવાર (ઉ.વ.21, રહે આઝાદનગર, ફિરોઝાબાદ, ઉત્તરપ્રદેશ) ને મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ સીતામિક ફેકટરીની ઓરડીમાંથી ઝડપી લીધો હતો. પોલીસની ટીમે આરોપી સાથે ભોગ બનનારને પણ શોધી કાઢી આગળની તપાસ અર્થે બન્નેને ફિરોઝાબાદ જિલ્લાના લાઈનપાર પોલીસ સ્ટેશનની એક ટીમને હવાલે કરી દીધા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..