હળવદ : હળવદ પોલીસ મથકના લૂંટના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ મોરબીથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીના પીઆઇ વી.બી. જાડેજાની સૂચનાના આધારે એલસીબીના કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા અને પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા હળવદ પોલીસ મથકના લૂંટના ગુનામા નાસતા ફરતા આરોપી ગોગન વિરજીભાઈ વાઘેલા ઉ.વ. 33 ને શોભેશ્વર ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી ઘરફોડ ચોરી તથા લૂંટ કરવાની ટેવ વાળો છે. જે અગાઉ મોરબી સિટી એ ડિવિઝન, મોરબી તાલુકા અને ટંકારા પોલીસ સ્ટેશનની ઘરફોડ ચોરીના ગુનાઓમાં પણ પકડાયેલો છે.