અન્ય પુરુષ સાથે સંબંધની જાણ થતાં પતિએ છૂટાછેડા માંગતા પત્ની વિફરી મોરબી : મોરબીમાં ઉલટી ગંગા જેવા એક કિસ્સામાં લફડાબાજ પત્નીને અન્ય પુરુષ સાથે સબંધ હોવાની જાણ થતાં પતિએ છૂટાછેડા માંગતા માથાફરેલી પત્નીએ ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપતા પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૂળ અમરેલીના અને હાલમાં મોરબીના શક્તી પ્લોટ મેઇન રોડ ઉપર પવનસુત એપાર્ટમેન્ટના ફલેટમાં રહેતા અશ્વીનભાઇ હર્ષદભાઇ હેલૈયાની પત્ની શીવાંગીને અન્ય પુરુષ સાથે સબંધ હોય જેની જાણ અશ્વિનભાઈને થયા તેમને છૂટાછેડા આપવા પત્નીને કહેતા શિવાંગીએ ગત મેં મહિનાથી અત્યાર સુધી અવાર નવાર ફરીયાદીને તથા તેના માતા પિતાને ફોન કરી ફોનમા ભુંડી ગાળો આપી હતી અને છુટાછેડા એમનેમ નહી આપુ તેમ જણાવી ખોટા પોલીસ કેસ કરી ફસાવી દેવાની તેમજ થાઇ તે કરી લેવાની ફોનમા ધમકી આપી હતી. આ બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસે અશ્વિનભાઈની ફરિયાદને આધારે આરોપી શિવાંગી વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૫૦૭, ૫૦૪, મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..