તાલુકા પોલીસે આ ગુનામાં અગાઉ 4 આરોપી ઝડપી પાડ્યા હતામોરબી : મોરબી તાલુકાના ઘંટુ ગામની સીમમાં બનેલ અપહરણ અને ખંડણીના ગુન્હાના છ માસથી ફરાર આરોપીને મોરબી તાલુકા પોલીસની ટીમે લાલપર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ઘુંટુંગામની સીમમાં ફરીયાદી જીજ્ઞેશભાઇ મહાદેવભાઇ ભટ્ટાસણા રહે-ગુંજન હાઇટસ મોરબી વાળા ગત તા.23 એપ્રિલના રોજ પોતાના સિરામીકના કારખાને જતા હતા ત્યારે પાંચ આરોપીએ ઇકો કારમાં અપહરણ કરી પાંચ લાખની ખંડણી વસુલી ફરીયાદીને મુક્ત કર્યા હતા. જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ થયેલ હોય અને 4 આરોપીઓને અટક કરવામાં આવ્યા હતા.જ્યારે અન્ય એક આરોપી રાજેશ ગજાનંદ નરગાવે ઉ.વ.-૨૮ રહે.ગામ ભવાનીયા જી.ધાર (એમ.પી.)વાળો આશરે છ માસથી ફરાર હોય સર્વેલન્સ ટિમે બાતમીના આધારે તેને લાલપર ગામે બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડી સઘન પુછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર કે.એ.વાળા, પો.સ.ઇ. વી.જી.જેઠવા, એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર, દિનેશભાઇ બાવળીયા, હરેશભાઇ આગલ, વનરાજભાઇ ચાવડા, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, કેતનભાઇ અજાણા, પંકજભા ગુઢડા તથા કુલદિપભાઇ કાનગડ જોડાયેલ હતા.