વાંકાનેર : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા એક આરોપીને વાંકાનેર તાલુકા પોલીસે લુણસર ગામમાંથી ઝડપી પાડ્યો છે.પોલીસને મળેલી બાતમીના આધારે, ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી ભરતભાઈ રતાભાઈ ગમારા લુણસર ગામના ઝાંપા પાસે હાજર હોવાની માહિતી મળી હતી. જે આધારે વાંકાનેર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતે ધ્રોલના પ્રોહીબીશનના ગુનામાં ફરાર હોવાનું કબૂલ્યું હતું. જે અંગેની આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.