આગામી તા. 22 સુધીમાં કામગીરી નહીં થાય તો 23થી ઉપવાસ આંદોલન મોરબી : આમ આદમી પાર્ટી, મોરબી દ્વારા દોઢ માસથી ચલાવવામાં આવી રહેલા 'મારુ મોરબી, ઉકરડામુક્ત મોરબી' અભિયાનને મોરબીની પ્રજાનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. આદમી પાર્ટી દ્વારા છેલ્લા દોઢ માસથી 'મારુ મોરબી, ઉકરડામુક્ત મોરબી' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે મોરબી શહેરના એસોસિએશન, જ્ઞાતિ ટ્રસ્ટ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા આમ આદમી પાર્ટીને ટેકો આપવામાં આવી રહ્યો છે. આ સહયોગપત્રો સાથે આમ આદમી પાર્ટી, મોરબીની ટીમ મોરબી નગરપાલિકાને ફરી ઉકરડા નાબુદી માટે રજુઆત કરી આગામી 22 તારીખ સુધીમાં નક્કર કામગીરી ન થાય તો 23 તારીખથી આમ આદમી પાર્ટી ઉપવાસ આંદોલન શરૂ કરશે તેવું આવેદન પત્ર આજે પાલિકા તંત્રને આપ્યું હતું. આ સમયે મોરબી જિલ્લા પ્રમુખ ભરત બારોટ, મોરબી શહેર પ્રમુખ પરેશ પારીઆ, લીગલ સેલ પ્રમુખ રહીશ મધવાણી, શહેર મંત્રી જય પટેલ, રાજદીપસિંહ જાડેજા, જીવનભાઈ ઝીલરીયા, નરસીભાઈ સાંવરિયા ઉપસ્થિત રહ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne