આગામી 18 ડિસેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂમોરબી : મોરબી ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. આ પૂર્વે 8 સમૂહ લગ્નો થકી 251 દીકરીઓના લગ્નો સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે. આ વખતે આયોજનમાં શિક્ષિત મહિલાઓનો સમૂહ મુસ્કાન વેલ્ફેર સોસાયટી સહયોગી સંસ્થા તરીકે જોડાયેલ છે. આ સમુહ લગ્નોત્સવ ગંગાસ્વરૂપ બહેનોના સંતાનો, વંચિત સમાજના સંતાનો તેમજ ગરીબ પરિવારના સંતાનો માટેનું આયોજન છે. 9મો સમૂહ લગ્નોત્સવ આગામી ફેબ્રુઆરી 2025ના રોજ યોજાનાર છે. જેમાં તમામ દીકરીઓને કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના સાથે 70થી વધુ ઘરવખરીની વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવશે, જેના માટે આગામી 18/12/2024ના રોજ થી યુગલ ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. જે માટે યુગલે પોતાના આધાર કાર્ડ અને જન્મ પ્રમાણ પત્ર સાથે માતા-પિતાના આધાર કાર્ડ લાવવાના રહેશે. યુગલમાં યુવકની ઉંમર 21 પૂર્ણ અને યુવતીની ઉંમર 18 પૂર્ણ થયેલ હશે તે જ ફોર્મ ભરી શકશે.આ માટેના ફોર્મ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ગોકુલ વિઝીટીંગ સેન્ટર, ડૉ.પટેલ લેબોરેટરી, સરદાર બાગ સામે, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે, સુભાષચંદ્ર પ્રતિમાની બાજુમાં, મોરબી ખાતે સવારે 9:30 થી 12:30 સુધી મળશે. ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ 31/12/2024 છે. ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે સર્વ સમાજના યુગલોને આપવામાં આવશે.કન્યા દાનનું પુણ્ય કમાવવા માંગતા દાતાઓને આ માંગલિક કાર્યમા આશીર્વાદ રૂપે તન મન ધન થી સહકાર આપવા વિનંતી કરાય છે. દાન ઇન્કમટેક્સમાં 80 G હેઠળ કરમુક્ત રહેશે. ફોર્મ ભરવા અને દાન આપવા માટે વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - મોરબી ડો.પરેશ પારીઆ 8732918183 તથા હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ ડોક્ટર હાર્દિક જેસવાણી - 92288 00108, ડોક્ટર મિલન ઉઘરેજા - 87588 33388, મુસ્કાન વેલ્ફેર સોસાયટી રંજના સારડા - 97265 99930 નો સંપર્ક કરવા જણાવ્યું છે.